November 21, 2024

ચાંદ પર ડંકો વગાડ્યા બાદ સૂરજ તરફ ભારતે માંડ્યા પગરણ

ઈસરોની વધુ એક સિદ્ધિ, આદિત્ય L-1નું શ્રીહરિકોટાથી સફળ લોન્ચિંગ

લોન્ચિંગના 125 દિવસ બાદ તે પોતાના પોઈન્ટ એલ1 સુધી પહોંચશે

આદિત્ય-એલ1નો CORONAમાંથી નીકળતી ગરમી અને ગરમ પવનોનો અભ્યાસ કરશે

ઐતિહાસિક ચંદ્રયાન-3ની સફળતા બાદ ઈસરો દ્વારા આજે ભારતના પ્રથમ સોલર મિશન (Solar Mission) આદિત્ય એલ1 (Aditya L1) લોન્ચ કરવામાં આવ્યું છે. આ તેની 59મી ઉડાન છે. જે પીએસએલવી આદિત્ય એલ1ને પૃથ્વીની કક્ષામાં સ્થાપિત કરશે. જ્યાંથી આદિત્ય એલ1 અંતરિક્ષ યાન પોતાના લિક્વિડ એપોજી મોટર્સના શક્તિશાળી એન્જીનો ઉપયોગ કરીને કેટલીય વાર પોતાની કક્ષા વધારશે.

ચાંદના દક્ષિણી ધ્રુવ પર ચંદ્રયાન 3ના ઐતિહાસિક લેન્ડિંગ બાદ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠને ફરી એક વાર ઈતિહાસ રચી દીધો છે. ઈસરોના સૂર્ય મિશન Aditya-L1ને આજે સવારે 11.50 મિનિટે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્પેસ સ્ટેશનથી લોન્ચ કરવામાં આવ્યું છે. હવે લોન્ચિંગના ઠીક 125 દિવસ બાદ તે પોતાના પોઈન્ટ એલ1 સુધી પહોંચશે. આ પોઈન્ટ પર પહોંચ્યા બાદ Aditya-L1 ખૂબ જ મહત્વના ડેટા મોકલવાનું શરુ કરશે.

આ મિશનની સફળતા સાથે ભારત સૂર્ય સુધી પહોંચવા માટે બહુ ઓછા દેશોની યાદીમાં સામેલ થઈ જશે. આ યાદીમાં અમેરિકા (NASA), યુરોપિયન સ્પેસ એજન્સી (ESA), જાપાન અને ચીનના સ્પેસ મિશનના નામ સામેલ છે. આદિત્ય-એલ1નો હેતુ સૂર્યના કિરણોનો અભ્યાસ કરવાનો છે. આદિત્ય-એલ1નો ઉદ્દેશ્ય CORONAમાંથી નીકળતી ગરમી અને ગરમ પવનોનો અભ્યાસ કરવાનો છે. ઈસરો આ મિશનની મદદથી સૌર વાતાવરણ અને તાપમાનનો અભ્યાસ કરશે. આદિત્ય-એલ1 સૌર તોફાન, સૌર તરંગો અને પૃથ્વીના વાતાવરણ પર તેમની અસરનું કારણ પણ શોધી કાઢશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *