અમદાવાદમાં પ્રેમના નામે દેહસંબંધ બાંધી લગ્નની ના પાડતાં પ્રેમીની ધરપકડ
યુવતીએ પ્રેમ સંબંધ બાંધવામાં સંમતિ બતાવ્યા બાદ બંને એકબીજાને મળતા હતા
યુવતીની મનાઈ છતાં આરોપીએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું
બે વર્ષ બાદ લગ્નનો ઇનકાર કરતા યુવતીએ નરોડા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી
સાચા પ્રેમની લાલચમાં ઘણીવાર યુવતીઓ લંપટ પ્રેમીની વાતોમાં આવી જતી હોય છે અને પોતાનું સમગ્ર જીવન પણ બરબાદ કરી દેતી હોય એવા કિસ્સાઓ વારંવાર પ્રકાશમાં આવતા રહે છે ત્યારે અમદાવાદ શહેરમાં ફરી એક વખત દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. પ્રેમ સંબંધમાં લગ્નની લાલચ આપી દુષ્કર્મની ભોગ બનનાર 20 વર્ષીય યુવતીએ નરોડા પોલીસ મથકમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.
સમગ્ર ગુનાની વિગતવાર વાત કરીએ તો ભોગ બનનાર યુવતી કોલેજમાં અભ્યાસ કરવા જતી હતી. તે દરમિયાન આ આરોપી જય પટેલ વારંવાર કોલેજની બહાર ઉભો રહીને યુવતીને પ્રેમ સંબંધ બાંધવા માટે પ્રપોઝ કરતો હતો. યુવતીએ પ્રેમ સંબંધ બાંધવામાં સંમતિ બતાવ્યા બાદ બંને એકબીજાને મળતા હતા. પરંતુ આ પ્રેમીની ઇરાદો કંઈક અલગ જ હતો અને થોડોક સમય વીત્યા બાદ યુવતી પાસે શારીરિક સંબંધ બાંધવા માટેની માંગણીઓ કરતો હતો.
યુવતી એ શારીરિક સંબંધ બાંધવાની ના પાડતા આરોપીએ બહાર ફરવા જવાના બહાને બાઈક પર બેસાડીને હોટલના એક રૂમમાં લઇ જઇ દુષ્કર્મ આ આચર્યું હતું. જો કે પોતાનો સ્વાર્થ પુરો થઈ ગયા પછી યુવતીને લગ્ન કરવાની ના પાડી અને જો તું કોઈને કહીશ તો તને અને તારા પરિવારની જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો.
જો કે, હાલ તો નરોડા પોલીસે આરોપીની ધરપકડ કરી કઈ કઈ જગ્યા પર લઈ જઈને દુષ્કર્મ હતું તેને લઈને તપાસ સાથે જ અન્ય કોઈ યુવતી સાથે આ પ્રકારનું કૃત્ય આચર્યું છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.