‘રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિની ઉજવણી”
- ગાંધીજીની ચોકબજાર સ્થિત પ્રતિમાને સુતરાંજલિ સહ વંદના, સર્વધર્મ પ્રાર્થના અને ભજન કાર્યક્રમ યોજાયા
- સાંસદ સીઆર પાટીલ, મેયર દક્ષેશ માવાણી, ગૃહમંત્રી હર્ષ સંઘવી, ધારાસભ્ય પૂર્ણેશ મોદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં
સુરતઃ પૂજય મહાત્મા ગાંધીજીની ૧પ૪મી જન્મજયંતિ ઉજવણી અંતર્ગત સુરત મહાનગર પાલિકા દ્વારા તા.૦ર/૧૦/ર૦ર૩ને સોમવારના રોજ સવારે ૮.૦૦ કલાકે ગાંધીજીની પ્રતિમાને સુતરાંજલિ સહ વંદના, સર્વધર્મ પ્રાર્થના અને ભજન કાર્યક્રમ ગાંધીબાગ, ચોકબજાર, સુરત ખાતે યોજવામાં આવ્યો હતો.
તા.૦ર/૧૦/ર૦ર૩ના રોજ સવારે ૮.૦૦ કલાકે સાંસદશ્રી સી.આર. પાટીલ, રાજ્ય કક્ષાના ગૃહ મંત્રીશ્રી હર્ષ સંઘવી, મેયરશ્રી દક્ષેશભાઇ માવાણી, ધારાસભ્ય પૂર્ણેશભાઇ મોદી, ધારાસભ્ય પ્રવિણભાઇ ઘોઘારી, ડે. મેયર ડો.નરેશ એસ. પાટીલ, સ્થાયી સમિતિ અઘ્યક્ષ રાજન પટેલ, શાસક પક્ષ નેતા શ્રીમતી શશીબેન ત્રિપાઠી, શાસક પક્ષના દંડક ધર્મેશકુમાર વાણીયાવાલા, સાંસ્કૃતિક સમિતિ અઘ્યક્ષા શ્રીમતી સોનલબેન દેસાઇ, વિવિધ સમિતિના ચેરમેનો, મ્યુનિ.સભ્યો, વિવિધ ધર્મના ધર્મગુરૂઓ, મ્યુનિ.અધિકારીઓ તથા ગાંધીપ્રેમી નગરજનોએ પૂજય ગાંધી બાપુની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી વંદના કરી હતી.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ ઉજવણીએ યોજાયેલ સર્વધર્મ પ્રાર્થના કાર્યક્રમમાં ઉપસ્થિત ધર્મગુરૂઓનું સુતરની આંટી અને મ્યુનિસિપલ ડાયરી આપી તથા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. કુમારભાઇ હરેશભાઇએ હિન્દુ ધર્મની, મુસ્લિમ મેોલવી મેોલાના અબ્દુલ આઝમ દુધવાલાએ મુસ્લિમ ધર્મની અને પારસી ધર્મગુરૂ સાયરસ મા.દસ્તુરજી નોસીરવાન મંચેરશા દસ્તુરએ પારસી ધર્મની પ્રાર્થના રજુ કરી પૂજય મહાત્મા ગાંધીજીની ”સર્વ ધર્મ સમભાવ”ની ભાવનાને ચરિતાર્થ કરી હતી. ઉપસ્થિત તમામ ધર્મના ધર્મગુરૂઓએ ભારત દેશમાં અમન અને શાંતિની સાથે રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે અભ્યર્થના કરી હતી. સંગીત વર્તુળે પ્રથમ પ્રાર્થના બાદ પૂજય ગાંધીજીના પ્રિય એવાં ”વૈષ્ણવ જન તો તેને રે કહીએ” ભજન પ્રસ્તુત કર્યા હતાં. સત્ય, અહિંસા સાથે સ્વચ્છતાના આગ્રહી એવા મહામાનવ પૂ.ગાંધીજીની જન્મજયંતિ ઉજવણી અંતર્ગત આયોજીત કાર્યક્રમોમાં ગાંધીપ્રેમી નગરજનો, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો મોટી સંખ્યામાં ગાંધી વંદના, સર્વધર્મ પ્રાર્થના, ગાંધીજીને પ્રિય એવા ભજન કાર્યક્રમમાં સહભાગી થયા હતા.