October 31, 2024

સુરત બાર એસો.માં હિમાંશુ પટેલ સૌથી વધુ 1374 મત સાથે GS ચૂંટાયા

પ્રમુખપદે 887 મત સાથે પરસોત્તમ ટી. રાણા અને ઉપપ્રમુખ પદે 1136 મત સાથે અમર વી. પટેલ વિજેતા જાહેર

929 મત સાથે સાગર જરીવાલા જોઈન્ટ સેક્રેટરી અને 823 મત સાથે ધર્મેશ ડી. સોલંકી ખજાનચી બન્યા

સુરત જિલ્લા વકીલ મંડળની ચૂંટણી રસાકસીભરી રહી હતી અને પ્રમુખપદે પરસોત્તમ ટી. રાણા જ્યારે ઉપપ્રમુખપદે અમર વી. પટેલ ચૂંટાઈ આવ્યા છે. સમગ્ર ચૂંટણીમાં સૌથી વધુ મત જનરલ સેક્રેટરી તરીકે ચૂંટાઈ આવનારા હિમાંશુ આઈ. પટેલને મળ્યા હતાં જે નોંધપાત્ર વાત રહી છે.

તા. 16મી ડિસેમ્બરે સુરત જિલ્લા વકીલ મંડળની ચૂંટણીનું આયોજન કરાયું હતું. જેમાં પ્રમુખપદ માટે 8 ઉમેદવારો મેદાનમાં હતાં. રસાકસીભરી આ ચૂંટણીમાં કુલ 2833 વકીલોએ મતદાન કર્યું હતું અને તેમાં સૌથી વધુ 887 મત પરસોત્તમ ટી. રાણાને મળતાં તેમને વિજેતા જાહેર કરાયા હતાં. આ ઉપરાંત બીજા ક્રમે હસમુખ લાલવાલાને 700 મત, દિપક સી. કોકસને 481 મત, ઉદય એચ. પટેલને 402 મત, સંગીતા બી. ખૂંટને 153 મત અને જયેશ આર. પટેલને 100 મત મળ્યા હતાં. યોગેશ બી. ગઢીયાને 46 જ્યારે યોગેશ બી. દેશમુખને 40 મત મળ્યા હતાં. ઉપપ્રમુખપદની રેસમાં 1136 મત મળતાં અમર વી. પટેલને વિજેતા જાહેર કરાયા હતાં. બીજા ક્રમે 979 મત વિરાજ બી. સૂર્વેને જ્યારે અન્યોમાં 311 મત જિગ્નેશ હિંગુને, 200 મત અશોક રાણાને અને 180 મત સોનલ રાજપૂતને મળ્યા હતાં.

જોઈન્ટ સેક્રેટરીના પદ માટે 4 ઉમેદવારો હતાં. જેમાં સમગ્ર ચૂંટણીમાં સૌથી વધુ 1374 મત હિમાંશુ આઈ. પટેલને મળતાં તેમને વિજેતા જાહેર કરાયા હતાં. ત્યારબાદ ચંદ્રેશ જે. પિપળીયા 995 મત સાથે બીજા ક્રમે રહ્યાં હતાં. મુકુંદ વી. રામાણીને 242 જ્યારે શોભનાબેન પી. છાપીયાને 187 મત મળ્યા હતાં. જોઈન્ટ સેક્રેટરીના પદ માટે પાંચ ઉમેદવારો મેદાનમાં હતાં. જેમાં પ્રથમ ક્રમે 929 મત મળતાં સાગર જરીવાલાને વિજેતા જાહેર કરાયા હતાં. અન્યોમાં દિપક એન. પટેલને 874 મત, ઘનશ્યામ અંટાળાને 423 મત, છાયા ગોહિલને 355 મત અને વિક્રમ એચ. દેગામાને 206 મત મળ્યા હતાં. ખજાનચીના પદ માટે 4 ઉમેદવારો મેદાનમાં હતાં, જેમાં 823 મત મળતાં ધર્મેશ ડી. સોલંકીને વિજેતા જાહેર કરાયા હતાં. જ્યારે અન્યોમાં ચંદ્રેશ એમ. જોબનપુત્રાને 758 મત, અક્ષય જે. ગાંગાણીને 716 મત જ્યારે દિવ્યા આર. કોસમ્બીયાને 483 મત મળ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *