October 30, 2024

સુરતમાં સગીરાને બ્લેકમેલ કરનાર વિધર્મી યુવક ઝડપાયો

સુરતમાંથી સગીરાને બ્લેકમેઈલ કરતો વિધર્મી યુવક ઝડપાયો

સગીરાનો બિભત્સ વીડિયો વાયરલ કરવાની આપતો હતો ધમકી

સાજીદ આસિફ અલી દૂધવાલાએ સગીરાને વીડિયો કોલ પર ઉતરાવ્યા હતા કપડાં

વીડિયોની મદદથી શારીરિક સંબંધ બાંધવા માટે સગીરાને કરતો હતો બ્લેકમેઇલ

સુરતમાં સગીરાનો બિભત્સ વીડિયો વાયરલ કરવાની ધમકી આપનાર વિધર્મી યુવક સાજીદ આસિફ અલી દૂધવાલાની ઉમરા પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ સગીરાને વીડિયો કોલ કરીને તેના કપડાં ઉતરાવ્યા હતા અને બાદમાં આ વીડિયોની મદદથી તેને શારીરિક સંબંધ બાંધવા માટે બ્લેકમેઇલ કરતો હતો અને જો તેમ ન કરે તો વીડિયો વાયરલ કરવાની ધમકી આપતો હતો.

કતારગામની સગીરા શાળામાં રિસેસ દરમિયાન સિટીલાઇટના અજય કેફે પાસેથી પસાર થતી હતી ત્યારે દરમિયાન આરોપી સાજીદ આસિફ અલી સાથે તેની મિત્રતા થઇ હતી. બાદમાં આ વિધર્મી યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી અને ઘોડદોડ રોડ ખાતે એક મકાનમાં લઇ ગયો હતો. જ્યાં તેણે સગીરા સાથે શારીરિક અડપલા કરી તેની સાથે બળજબરી કરવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે બાદમાં યુવકે સગીરાને વીડિયો કોલ કરાવી કપડાં ઉતરાવી તેનું રેકોડિંગ કરી લીધું હતું અને બાદમાં આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી શારીરિક સંબંધો બાંધવા બ્લેકમેઇલ કરતો હતો.

જોકે આ અંગે સગીરાએ તેના માતાપિતા સાથે વાત કરતા આ મામલે તેના માતા-પિતાએ ઉમરા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ પોક્સો અને છેડતીની ફરિયાદ નોંધાવતા ઉમરા પલીસે આરોપી સાજીદ આસિફ અલીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *