સુરતમાં એથર ઈન્ડસ્ટ્રીઝના સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ:24 કામદારો દાઝ્યા
સુરતના સચિન વિસ્તારમાં કેમિકલ બનાવતી એથર ઈન્ડસ્ટ્રીઝમાં સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થતા ભીષણ આગની ઘટના સામે આવી છે. આ આગના પગલે કર્મચારીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. ત્યારે આ ઘટનાની જાણ થતાં જ ફાયર દ્વારા આગ બુઝાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને આગમાં 24 કામદારોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
સુરત શહેરના સચિન વિસ્તારમાં આવેલ એથર ઇન્ડસ્ટ્રીના સ્ટોરેજ ટેન્કમાં રાત્રે બે વાગ્યાના અરસામાં અચાનક જ બ્લાસ્ટ થતાં ભીષણ આગ ફાટી નિકળી હતી. જેના કારણે 24થી પણ વધુ કામદારો દાઝ્યા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બ્લાસ્ટ અને ત્યારબાદ લાગેલી ભીષણ આગની ઘટનાની જાણ થતા ફાયર વિભાગની દસથી પણ વધુ ગાડીઓ દોડી ગઈ હતી. જો કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ આગ પર કાબૂ મેળવી હાલ ફાયર વિભાગ દ્વારા કુલિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.