November 1, 2024

સુરતની મહાવીર કોલેજમાં વિધર્મી વિદ્યાર્થીઓને માર મરાતાં તંગદિલી

કોલેજમાં પ્રવેશેલા બે વિધર્મી યુવકોને 10થી 15 યુવકોએ માર મારી બહાર કાઢ્યાનો વીડિયો વાઈરલઃ હિન્દુ યુવતીઓને લલચાવી ફોસલાવી લવજેહાદને અંજામ આપતાં બે યુવકોને હિન્દુ સંગઠનના યુવકોએ માર માર્યાની પણ ચર્ચાઃ બીજી તરફ બે જૂથો વચ્ચે ઝઘડો થયાની પણ વાત, સત્તાવાર માહિતી માટે જોવાતી રાહ

વેસુ વિસ્તારમાં કાર્યરત અને ખાનગી ટ્રસ્ટ દ્વારા સંચાલિત ભગવાન મહાવીર કોલેજમાં આજે સવારે મોટી તંગદિલી ઉદ્ભવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ખાસ તો બે વીડિયો વાઈરલ થયા છે જેમાં કોલેજ કેમ્પસમાં 10થી 15 યુવકો, બે યુવકોને માર મારી ઢસડીને કોલેજની બહાર સુધી ભગાડતાં હોવાનું નજરે પડી રહ્યું છે. જેના પરથી એવી વાત વહેતી થઈ છે કે કોલેજમાં લવજેહાદના આશયે ગેરકાયદે પ્રવેશેલા બે વિધર્મી યુવકોને માર મરાયો છે. તો બીજી તરફ એવી પણ ચર્ચા છે કે બે જૂથો વચ્ચેનો આ ઝઘડો હતો. અલબત્ત મોડી બપોર સુધી કોઈ સત્તાવાર માહિતી સાંપડી નથી.

કહેવાય છે કે વાઈરલ થયેલા બે વીડિયોમાં 10થી 15 યુવકો, બે યુવકોને ઢોર માર મારી રહ્યાં છે. એટલું જ નહીં, તેમને ઢસડીને કોલેજથી બહાર મેઈન રોડ સુધી ભગાડી દેવામાં આવ્યા છે. હવે જે ચર્ચાઓ વહેતી થઈ છે તે પૈકીની એક એવી છે કે બે વિધર્મી યુવકો ગેરકાયદે કોલેજમાં પ્રવેશ્યા હતાં અને યુવતીઓને લલચાવી ફોસલાવી રહ્યાં હતાં. જેથી કોલેજના યુવકોએ આ બંને વિધર્મી યુવકોને ઢોર માર મારી ભગાડ્યા. ત્યારબાદ એક અન્ય ચર્ચા એવી પણ વહેતી થઈ છે કે કોલેજમાં ઘૂસેલા બે વિધર્મી યુવકોને હિન્દુ સંગઠનના કાર્યકરોએ ઢોર માર મારી ભગાડ્યા હતાં. અન્ય એક ચર્ચા એવી પણ છે જેમાં કોલેજમાં માત્ર બે જૂથો વચ્ચે ઝઘડો થયો હોવાનું સંભળાઈ રહ્યું છે.

અલબત્ત હજુ સુધી આ મુદ્દે કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી. પરંતુ વાઈરલ વીડિયો અને કોલેજમાં થયેલી મારપીટ અંગે ભારે તંગદિલી વ્યાપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *