November 22, 2024

સુરતના કીમમાં કેમિકલ ભરેલું ડ્રમ ફાટતાં 4ના કમકમાટીભર્યા મોત

સુરતની કીમ જીઆઈડીસીમાં નિલમ ઈંડસ્ટ્રીઝમાં ગૂંગળાઈ જવાના કારણે ચાર કામદારોના મોત થયા છે. કેમિકલ ભરેલુ ડ્રમ ફાટી ગયા બાદ નિકળેલા કેમિકલના ગેસના કારણે આ જીવલેણ દુર્ઘટના સર્જાઈ હતી. મૃતકો પૈકી બે કામદારો અંકલેશ્વરના,એક કાપોદ્રાના અને એક રાજસ્થાનનો હોવાનો ખુલાસો થયો છે. હાલમાં પોલીસની ટીમ સ્થળે પહોંચી છે. ઘટનાને પગલે અફરા તફરીનો માહોલ સર્જાયો છે.
સુરતમાં મોટી દુર્ઘટના! કેમિકલ ભરેલું ડ્રમ ફાટતાં 4ના કમકમાટીભર્યા મોત થયા છે. ગેસ ગળતરને લઈને એકી સાથે ચાર કામદારોના શ્વાસ રૂંધાઇ જવાથી આ ઘટના બની છે.
પ્રાથમિક માહિતી અનુસાર કેમિકલ ભરેલુ ડ્રમ ફાટી ખોલતા આ ઘટના બની છે. જેમાં ચાર કામદારોના જીવ ગયા છે. બીજી બાજુ જે કામદારોનો મોત થયા છે, તેમાં બે કામદારો અંકલેશ્વરના, એક કાપોદ્રાના અને એક રાજસ્થાનનો હોવાનો ખુલાસો થયો છે. જેમાં
ઇમ્તિયાઝ અબ્દુલ શેખ ઉમર 45, અમીન પટેલ ઉમર 22 વર્ષ, અરુણ ઉમર 22 અને રઘાજી ઉમર.54 વર્ષનો સમાવેશ થાય છે.
માંગરોળમા આવેલ નીલમ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં મોટા બોરસરા ગામે ફેકટરીમાં કામદારો કામ કરી રહ્યા હતા. આ વેળાએ ગેસ ગળતર થતા ચાર કામદારોને ઝેરી અસર થવા પામી હતી. જેને લઈને ઉહાપોહ મચી ગયો હતો. કામદારોએ કેમિકલવાળા ડ્રમ ખોલતા જ ચાર કામદારોને ઝેરી અસરને લઈને શ્વાસ રૂંધાયો હતો. જેમાં ચારેયના મોત નિપજતા અરેરાટી મચી ગઇ હતી. હાલ તમામના મૃતદેહને પીએમ અર્થે કીમની સાધના હોસ્પિટલમાં ખસેડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમે ચૂકી ગયા હશો