October 30, 2024

બોર્ડના વિદ્યાર્થીઓ શાળામાં ગુલ્લી નહિ મારી શકે:75% હાજરી ફરજિયાત

રાજ્યભરના સીબીએસઈ બોર્ડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સીબીએસઈ બોર્ડ દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત સીબીએસઈ દ્વારા એક મહત્ત્વનો પરીપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્ર મુજબ 75 ટકા હાજરી હશે તો જ સીબીએસઈ બોર્ડની પરીક્ષા આપી શકાશે.

બોર્ડની પરીક્ષા ખુબ જ મહત્વની હોય છે અને એના માટે ખુબ જ મહેનત કરવી પડતી હોય છે. જો કે આજકાલ ઘણાં વિધ્યાર્થીઓ ફક્ત ટ્યુશન કલાસને જ પ્રાધાન્ય આપીને શાળામાં ગુલ્લી મારતાં હોય છે જેથી હવેથી ધો. 10 અને 12ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની સ્કૂલમાં ઓછામાં ઓછી 75 ટકા હાજરી હોવી ફરજિયાત કરવામાં આવી છે. એટલું જ નહીં જો વધુ રજા રાખી હશે તો વિદ્યાર્થીએ રજા રાખવાના કારણ અને પુરાવા આપવા પડશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) બોર્ડની પરીક્ષાને લઈને સ્કૂલો માટે આ મુજબનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *