October 30, 2024

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સુરત દ્વારા કરાયું તીર્થ દર્શનનું આયોજન

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સુરત દ્વારા સેતુ પરિવારના સહયોગથી તારીખ 09-10-2023 ને સોમવારના રોજ બ્રહ્મસમાજના વડીલો માટે ડાકોર,વડતાલ અને શ્રી તુલજા ભવાનીની માતા મંદિરના દર્શન માટે એક દિવસીય તીર્થ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. સેતુ પરિવારના અધ્યક્ષ આલોક ચૌધરી અને ટીમ ધ્વારા દર મહિને નિયમિત સુરત શહેરના વડીલોને માટે સમરસ તીર્થ દર્શનનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ મહિનાની 52 મી સમરસ તીર્થ દર્શન યાત્રા શ્રાદ્ધ પર્વને ધ્યાનમાં રાખીને શ્રી સમસ્ત ગૂજરાત બ્રહ્મસમાજ સુરતના વડીલો માટે યોજવામાં આવી હતી.


આ સમરસ તીર્થ દર્શન યાત્રાને સફળ બનાવવા માટે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સુરતના પ્રમુખ શ્રી જયદીપ ઘનશ્યામ ત્રિવેદીના માર્ગદર્શનમાં યુવા પાંખના મહામંત્રી શ્રી રવિભાઇ જાની, શ્રી રાહુલ ત્રિવેદી, શ્રી પ્રથમ જોષી, શ્રી હર્ષ રાવલ સાથે બ્રહ્મસમાજ યુવાનો અને બહેનોએ જહેમત ઉઠાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *