October 13, 2024

લાયન્સ ક્લબ ઓફ સુરત સમર્પણ દ્વારા સત્તાવાર ડિસ્ટ્રિક્ટ ગવર્નર મુલાકાત

અનેક લોકો દેશ અને દુનિયાને સમર્પિત થઇ માનવસેવા જેવા ઉત્તમ કાર્યોને વરેલા હોય છે. સુરત શહેરમાં પણ એવા અનેક સેવાભાવી લોકો છે, જે સેવા એ જ ધર્મના સિદ્ધાંતને સમર્પિત છે. લાયન્સ ક્લબ ઓફ સુરત સમર્પણ ડિસ્ટ્રિક્ટ 3232 એફ2, ઝોન-1, રિજન – 3ના સત્તાવાર ડિસ્ટ્રિક્ટ ગવર્નર સાથે મુલાકાત ડુમસ રોડ પર અવધ યુટોપિયા સુરત ખાતે રાખવામાં આવી હતી. આ સત્તાવાર મુલાકાતમાં ઓફિશિયલ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન શ્રી દિપક પખાળેજી પ્રમુખ મહેમાન તરીકે ઉપસ્થિત હતા, રિજન ચેરપરસન ડો. રવિન્દ્ર પાટીલજી, ઝોન ચેયરપરસન લાયન પ્રિયંકા જૈન રાવલ ઉપસ્થિત રહ્યા હતા.

આ મુલાકાતમાં ડૉક્ટર રવિન્દ્ર પાટીલ દ્વારા ક્લબની કામગીરીને બિરદાવવામાં આવી હતી. સાથે જ ડૉક્ટર રવિન્દ્ર પાટીલ ભવિષ્યમાં વધુ સેવાકીય કાર્ય કરે તે માટે આરજેડસી દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ઓફ સુરત સમર્પણ લાયન સૌરભ રાવલ પ્રેસિડેન્ટ, સેક્રેટરી લાયન સ્નેહાશીષ ભટ્ટચારજી, ટ્રેઝરર લાયન રાજેશ સિંઘવી, ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન પરેશ પટેલ, વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર – 1 લાયન મોના દેસાઈ, વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર – 2 લાયન હેમલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *