મલ્ટી લેવલ ટેરેસ ગાર્ડન સાથે 4 bhk આલીશાન બંગલો તમારા સપનાના ઘરને કરે છે સાકાર
સુરત: વર્ષ 1985માં યુનિયન રિયલ્ટીની શરૂઆત થઈ ત્યારથી, યુનિયન રિયલ્ટીએ શહેરના પોશ વિસ્તારોને આવરી લેતા ભદ્ર રેસિડેન્શિયલ, કોમર્શિયલ અને લક્ઝરી પ્રોજેક્ટ્સ દ્વારા વૈભવી અને શ્રેષ્ઠતાની દુનિયા બનાવવાનો પ્રયાસ કર્યો છે. અમારા ગ્રાહકો માટે પ્રોપર્ટી બનાવતી વખતે બે દાયકાથી વધુ સમયથી રિયલ એસ્ટેટમાં અમારી હાજરીએ અમને એક પ્રતિષ્ઠિત અને વિશ્વસનીય રિયલ્ટી કંપની બનવા માટે બેન્ચમાર્ક સેટ કરવામાં મદદ કરી છે.
જીવનમાં દરેક વ્યક્તિનું એક સપનું હોય છે કે તેનું પોતાનું એક ઘર હોય અને આ ઘર પોતે જોયેલા સપના મુજબનું હોય, ત્યારે તમારા સપનાના આ ઘરને સાકાર થતું જોવા માટે હવે તમારે વધુ દૂર જવાની જરૂર નથી. બારડોલી ખાતે અર્બન વીલેજ આ માટેનું ઉત્તમ વિકલ્પ છે. જ્યાં લકઝરીયસ બંગલો સાથે જ મળતી એનીમીટીસ એ શ્રેષ્ઠ કક્ષાની છે.
અર્બન વીલેજના નિર્માતા યુનિયન ગ્રુપના ડાયરેક્ટર સુનીલ જયંતીલાલ શાહે જણાવ્યું હતું કે અર્બન વીલેજ એ સુંદર પ્રોજેક્ટ છે જ્યાં ગામડામાં શહેરની સુવિધાઓ પુરી પાડવામાં આવી રહી છે. મલ્ટી લેવલ ટેરેસ ગાર્ડન સાથેના 4bhk બંગલા આપણા અને આપના પરિવારની દરેક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનવામાં આવી રહ્યા છે. ખાસ બાબતએ છે પ્રોજેક્ટની અંદર જ એક વિશાળ ક્લબ હાઉસ સાથે જ નવ જેટલા ગેસ્ટ રૂમ પણ બનવામાં આવી રહ્યા છે. જેથી કોઈના ઘરે કોઈ પ્રસંગ હોય ત્યારે ગેસ્ટ ને રોકાણ માટેની પણ અનુકૂળતા મળી રહે. સાથે જ જાણીતા આર્કિટેક્ટ ઈશ્વર ગેહી દ્વારા બંગલાઓ ની ડીઝાઈન તૈયાર કરવામાં આવી છે. ત્યારે એક વખત આ અર્બન વીલેજની મુલાકાત લેવાનું નહીં ભૂલતા. કારણ કે અહીંની મુલાકાત એક શ્રેષ્ઠ રહેઠાણ માટેની શ્રેષ્ઠ જગ્યા કેવી હોવી જોઈએ એની અનુભૂતિ કરાવશે. સાથે જ મુલાકાતીઓ માટે આકર્ષક સરપ્રાઈઝ પણ છે. આજરોજ આ પ્રોજેક્ટ હેઠળ બનવામાં આવેલા સેમ્પલ બંગલાનું મનીષાબેન સુનીલ શાહના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, બારડોલી સુગર ફેક્ટરી ના વાઇસ પ્રેસિડેન્ટ ભાવેશભાઈ પટેલ, દીપકભાઈ પટેલ, સરદાર અને સમીર ભાઈ પટેલ (યુએસએ) ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પ્રોજેક્ટના ભાગીદાર જીગરભાઈ શાહે જણાવ્યું હતું કે આજે વ્યક્તિનું જીવન શહેર ની ભીડભાડ, પ્રદૂષણ અને તણાવ થી ભરેલું છે. ત્યારે વ્યક્તિ જ્યારે આખો દિવસ કાર્યભાર મૂકી ને સાંજે ઘરે આવે ત્યારે તેને શાંત અને કુદરતી વાતાવરણની જરૂર હોય છે અને અર્બન વીલેજ વ્યક્તિની આ જરૂરિયાતને પૂરી કરે છે. ત્યારે આજના સમયમાં આ પ્રકારના વધુ માં વધુ પ્રોજેક્ટની જરૂર છે.
ચાલો સુખી જીવનના આનંદને અનબોક્સ કરીએ અર્બન વિલેજ ની સાથે.