પાર્ટ ટાઈમ જોબના મેસેજનો જવાબ આપવો થઈ પડ્યો ભારે
જેમ જેમ લોકો ડિજિટલ માધ્યમ તરફ આગળ વધી રહ્યા છે તેમ તેમ ઓનલાઇન અને સાયબર ફ્રૉડની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. જો કે, થોડી સાવચેતી રાખવામાં આવે તો આવી ઘટનાઓને જરુરથી નિવારી શકાય છે. હાલમાં આવી જ એક ચોંકાવનારી ઘટના ભાવનગરમાંથી સામે આવી છે, અહીં કેટલાક ભેજાબાજ શખ્સોએ શહેરમાં કેટલાક લોકોને ઓનલાઇન જૉબ અને વર્ક ફ્રૉમ હૉમ આપવાના બહાને એક મહિલા પાસેથી લાખો રૂપિયા ખંખરી લીધા છે, આ અંગે હવે આ મહિલાએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
ભાવનગરમાં એક મહિલાને વર્ક ફ્રૉમ હૉમ દ્વારા સારી કમાણી થશે એવી લાલચ આપી કેટલાક ભેજાબાદ શખ્સોએ વેબસાઈટ પર રેટિંગ આપવાનું કહ્યું હતુ અને બાદમાં મહિલા પાસેથી આ શખ્સોએ 15 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી હતી. ફ્રૉડ કરનારા શખ્સોએ આ મહિલાને પહેલા ટેલિગ્રામ પર મેસેજ કર્યો હતો, આ મેસેજમાં મહિલાને વર્ક ફ્રૉ હૉમ અને પાર્ટ ટાઇમ જૉબ કરવા માંગો છે એવો મેસેજ લખેલો હતો. જોકે, મહિલાએ આ મેસેજના જેવો રિપ્લાય આપ્યો, કે તરત જ ફ્રૉડ કરનાર શખ્સોએ મહિલાને અલગ અલગ પ્રૉડક્ટ્સના રેટિંગ આપવાનું કહીને તેના બદલામાં કમિશન મળશે એવી લાલચ આપીને મહિલાનું એકાઉન્ટ બનાવી લીધુ હતુ. ફ્રૉડ કરનારા શખ્સે પોતાનું નામ અશોક હોવાનું જણાવીને આ શખ્સે મહિલા પાસેથી અલગ અલગ ચાર્જીસના બહાને 15 લાખ રૂપિયાથી વધુની રકમ ખંખેરી લીધી હતી. બાદમાં જ્યારે મહિલાને ખબર પડી કે તેની સાથે ફ્રૉડ થઇ રહ્યું છે તો મહિલાએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. હાલમાં પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.
Nice analysis 👍
thanks..