ભારતની અર્થવ્યવસ્થા પ્રથમ વખત 4 ટ્રિલિયન ડોલરને પાર
ભારતીય અર્થવ્યવસ્થાએ આર્થિક મોરચે મોટી સફળતા મેળવી છે. ભારતની અર્થવ્યવસ્થા પ્રથમ વખત 4 ટ્રિલિયન ડોલરને પાર કરી ગઈ છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે ટ્વીટ કર્યું છે કે, 18 નવેમ્બરે સવારે 10.24 વાગ્યે ભારતની જીડીપીનું કદ 4 લાખ કરોડ રૂપિયાને વટાવી ગયું છે. ત્યારે કેન્દ્ર સરકારનો લક્ષ્યાંક 2025 સુધી દેશની અર્થવ્યવસ્થાને 5 ટ્રિલિયન ડોલર સુધી પહોંચાડવાનો છે. ઉલ્લેખનિય છે કે, વર્ષ 2023-24ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન ભારતનો GDP 7.8 ટકા વધ્યો છે.
જો કે, દેશની ટોચની અર્થવ્યવસ્થાની વાત કરીએ તો અમેરિકાની અર્થવ્યવસ્થા 26.70 ટ્રિલિયન ડોલર સાથે નંબર વન પર છે, ચીન 19.24 ટ્રિલિયન ડોલર સાથે બીજા સ્થાને છે તથા જાપાનનું નામ 4.39 ટ્રિલિયન ડોલર સાથે ત્રીજા સ્થાને છે. જ્યારે, જર્મનીનું નામ 4.28 ટ્રિલિયન ડોલર સાથે ચોથા સ્થાને છે તેમજ ભારતનું નામ 4 ટ્રિલિયન ડોલર સાથે 5માં નંબર પર છે.