સુરતમાં વિધર્મી યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી લાખો રુપિયા પડાવ્યા
સુરતના અમરોલી કોસાડ ગામની ઘટના
વિધર્મી યુવકે યુવતીને લગ્ન કરવાની લાલચે પ્રેમ જાળમાં ફસાવી
ટુકડે ટુકડે યુવતી પાસેથી રૂપિયા 14 લાખ પડાવી લીધા
હોટલમાં લઈ જઈ તેની મરજી શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો
જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો અમરોલી પોલીસ સ્ટેશનમાં
પોલીસે ઇરફાનની રાજસ્થાનથી ધરપકડ કરી યુવતીને તેની ચુંગાલમાંથી છોડાવી
પ્રેમ સંબંધમાં યુવતીઓને છેતરીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ તેને તરછોડી દેવાની ઘટનાઓ તો વારંવાર સામે આવતી રહે છે ત્યારે સુરતના અમરોલી કોસાડ ગામમાં રહેતા વિધર્મી યુવકે યુવતીને લગ્નની લાલચે પ્રેમ જાળમાં ફસાવી ટુકડે ટુકડે તેની પાસેથી રૂપિયા 14 લાખ પડાવી લીધા હોવાનો બનાવ સામે આવ્યો છે. સાથે જ જો તે આ વાતની જાણ કોઈને કરશે તો તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા મામલો અમરોલી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. જેથી પોલીસે આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડી યુવતીને તેના ચુંગાલમાંથી છોડાવી હતી.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ અમરોલીના કોસાડ ગામમાં રહેતો ઈરફાન અકબરભાઈ સિંધી બોરિંગ મૂકવાનું કામ કરે છે. 2022 માં ઇરફાને એક યુવતી સાથે મિત્રતા કર્યા બાદ પ્રેમજાળમાં ફસાવી હતી. છેલ્લા દોઢ વર્ષથી અવાર નવાર તેને લગ્ન કરવાની લાલચ આપી તેની પાસેથી ટુકડે ટુકડે રૂપિયા 14 લાખ પડાવ્યા હતા. આ ઉપરાંત અવાર નવાર તેણે યુવતીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. જો આ વાતની જાણ કોઈને કરશે તો તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. યુવતીના પરિવારે દીકરી સાથે થયેલા અન્યાય ને લઈ અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઈરફાન સામે બળાત્કારનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે ઇરફાનની રાજસ્થાનથી ધરપકડ કરી હતી અને ત્યાંથી યુવતીને તેના ચુંગાલમાંથી છોડાવીને ઇરફાનની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.