November 25, 2024

પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાનની ધરપકડ: નહીં લડી શકે 5 વર્ષ ચૂંટણી

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનને તોસાખાના કેસમાં કોર્ટે 3 વર્ષની જેલની સજા સંભળાવી છે. આ અંગે મળતી માહિતી મુજબ પીટીઆઈના રાષ્ટ્રીય અધ્યક્ષ ઈમરાન ખાનને ચૂંટણી લડવા માટે અયોગ્ય જાહેર કરી દેવાયા છે. આ સાથે જ પૂર્વ પીએમ ઈમરાન ખાનને પાંચ વર્ષ માટે રાજકારણમાંથી ડિસ્કવોલિફાય કરાયા છે. પૂર્વ પીએમ ઈમરાનખાનની તોશાખાના કેસમાં કોર્ટના ચુકાદા બાદ આઈજી ઈસ્લામાબાદને તરત જ તેમની ધરપકડ કરવાના આદેશ અપાયા હતા.
આ ઉપરાંત તોશાખાના કેસમાં ઈમરાન ખાન પર એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. દંડ ન જમા કરવાની સ્થિતિમાં ઈમરાન ખાને 6 મહિના વધુ જેલવાસ ભોગવવો પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમે ચૂકી ગયા હશો