November 23, 2024

શહેરોને સાયકલ અને વોકિંગ ફ્રેન્ડલી બનાવવા દેશવ્યાપી અભિયાન

  • સ્માર્ટ સિટીઝ મિશન દ્વારા ‘ઈન્ડિયા સાયકલ ફોર ચેન્જ’ અને ‘સ્ટ્રીટ ફોર પીપલ’ ચેલેન્જ અંતર્ગત ચંડીગઢ ખાતે ‘હેલ્થી સ્ટ્રીટસ કેપેસિટી ડેવલપમેન્ટ’ નાં બીજા વર્કશોપનું આયોજન
  • સુરત મહાનગરપાલિકાના ડે. કમિ. સ્વાતિ દેસાઈએ વિવિધ પાસાઓ વિષે પ્રેઝન્ટેશન આપ્યું

સ્માર્ટ સિટીઝ મિશન, મિનીસ્ટ્રી ઓફ હાઉસીંગ અને અર્બન અફેર્સ દ્વારા દેશના શહેરોમાં નોન-મોટરાઈઝડ વ્હીકલોને પ્રોત્સાહન આપવા અને શહેરોને સાયકલિંગ-ફ્રેન્ડલી બનાવવાં હેતુથી ‘ઈન્ડિયા સાયકલ ફોર ચેન્જ’ તેમજ દેશના શહેરોમાં પર્યાવરણ સંક્ષરણ અને વોકિંગ-ફ્રેન્ડલી સ્ટ્રીટસ બનાવવાનાં હેતુથી ‘સ્ટ્રીટ ફોર પીપલ’ ચેલેન્જનું આયોજન કરવામાં આવેલ.

‘ઈન્ડિયા સાયકલ ફોર ચેન્જ’ અને ‘સ્ટ્રીટ ફોર પીપલ’ ચેલેન્જોમાં ભાગ લેનાર તમામ શહેરો માટે ચંડીગઢ ખાતે ‘હેલ્થી સ્ટ્રીટસ કેપેસિટી ડેવલપમેન્ટ’ નાં બીજાં વર્કશોપનું તા.૧૯/૧૨/૨૦૨૨ અને ૨૦/૧૨/૨૦૨૨ દરમ્યાન આયોજન કરવામાં આવેલ અને જેમાં સદર ચેલેન્જોમાં ભાગ લેનાર તમામ સ્માર્ટ સિટીઓનાં સી.ઈ.ઓ.ને આમંત્રિત કરવામાં આવેલ.

આ વર્કશોપનો મુખ્ય હેતુ પીઅર ટુ પીઅર લર્નિંગ તેમજ નીચે પ્રમાણેનાં મુખ્ય મુદ્દાઓની બેસ્ટ પ્રેકટીસો અન્વયે નોલેજ શેરીંગ કરવાનો હતો:
૧. વોકિંગ અને સાયકલિંગ માટે આખા શહેરમાં નેટવર્ક
૨. ઉચ્ચ ગુણવત્તાની ડિઝાઇન- પ્રોજેક્ટનાં અમલીકરણની સફળતાની ખાતરી
૩. અસરકારક મોનિટરિંગ અને મૂલ્યાંકન પ્રક્રિયાઓ દ્વારા ડેટા આધારિત નિર્ણયો
૪. પાર્કિંગ પ્રાઇસીંગ અને મેનેજમેન્ટ
૫. અસરકારક સ્ટેકહોલ્ડર એન્ગેજમેન્ટ અને અન્ય બાબતો

સુરત મહાનગરપાલિકા અને સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમીટેડ દ્વારા પણ સદર ચેલેન્જોમાં સક્રિય રીતે ભાગ લેવામાં આવેલ હોય જે અન્વયે શ્રીમતી સ્વાતી દેસાઈ, ડેપ્યુટી કમિશ્નર, સુરત મહાનગરપાલિકા અને સી.ઈ.ઓ., સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમીટેડ દ્વારા સદર વર્કશોપમાં ભાગ લેવામાં આવેલ.

સદર વર્કશોપમાં શ્રીમતી સ્વાતી દેસાઈ દ્વારા ‘ઈન્ડિયા સાયકલ ફોર ચેન્જ’ અને ‘સ્ટ્રીટ ફોર પીપલ’ ચેલેન્જ અંતર્ગત સુરત મહાનગરપાલિકા અને સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમીટેડ દ્વારા સુરત શહેરને સાયકલિંગ-ફ્રેન્ડલી અને વોકિંગ-ફ્રેન્ડલી સિટી બનાવવાં અન્વયે કરવામાં આવેલ વિવિધ કામગીરીઓ તેમજ સિટીઝન અવેરનેસ માટે યોજવામાં આવેલ પ્રવુતિઓ/ એક્ટીવીટીઓનું તથા ભવિષ્યમાં સાયકલીસ્ટો દ્વારા સાયકલિંગ ટ્રેકનો મહત્તમ ઉપયોગ થઇ શકે એ માટે કરવામાં આવેલ વિવિધ આયોજનો જેવાં કે હેલ્થી સ્ટ્રીટ પોલિસી અપનાવવી, વૉકિંગ અને સાઇકલિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવું, દર મહીને સાયકલિંગ ઇવેન્ટ, સૌથી વધુ વ્યસ્ત સાયકલિંગ રૂટને ઓળખી તેને વિકસાવવાની કામગીરી, સાયકલિંગ અવેરનેસ કેમ્પેઈન અને ટ્રેનીગ એક્ટીવીટીઝ, સાયકલ ટ્રેકને ઝીરો એન્ક્રોચમેન્ટ રૂટ તરીકે જાહેર કરવા અને સવારના ટાઇમમાં સાયકલિંગનાં રૂટનાં ઉપયોગ કડક અમલ વિગેરે જેવી બાબતો વિશે વિગતવાર પ્રેઝન્ટેશન કરવામાં આવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમે ચૂકી ગયા હશો