November 23, 2024

અમેરિકામાં રોડ ક્રોસ કરી રહેલા ગુજરાતી યુવક પર 14 ગાડીઓ ફરી વળી

ટુરિસ્ટ વિઝા પર અમેરિકા ગયેલા પાટણના એક ગુજરાતી યુવકનું અમેરિકામાં કમકમાટીભર્યું મોત થયું છે.આવતા મહિને ભારત પણ પરત ફરવાનો હતો. પરંતુ દુર્ભાગ્યવશ અમેરિકામાં થયેલા હિટ એન્ડ રનમાં પાટણના યુવકનું મોત થયું છે. આ દુઃખદ સમાચાર મળતા જ યુવકના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. હાલ યુવકના મૃતદેહને અમેરિકાથી પાટણ લાવવા માટે ભારત સરકારની મદદ લેવાઈ રહી છે. જો કે, ચોંકાવનારી વાત એ પણ છે કે, યુવકનો મૃતદેહ એટલી હતે ક્ષતિગ્રસ્ત થયો છે કે, તેને ભારત લાવવો શક્ય નથી.

ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, અમેરિકાનાં હ્યુસ્ટન શહેરમાં પાટણથી અમેરિકા ગયેલો યુવાન પિતા સાથે વિડીયો કોલ પર વાત કરતા કરતા રોડ ક્રોસ કરી રહ્યો હતો. તે સમયે પુરપાટ ઝડપે આવતી એક નહિ બે નહિ આશરે 14 જેટલી ગાડીઓ તેના પરથી પસાર થઈ ગઈ હતી. આમ 14 જેટલી ગાડીઓના ટાયર દર્શિલ પર ફરી વળતાં દર્શિલ થોડે સુધી ઢસડાઇને મોતને ભેટ્યો હતો. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે સિગ્નલ બંધ હતું ત્યારે યુવક રોડ ક્રોસ કરી રહ્યો હતો એવામાં અચાનક સિગ્નલ ખુલી જતા કારે ટક્કર મારી દીધી હતી. પાટણના આ મૃતક યુવકનું નામ દર્શિલ રમેશભાઈ ઠક્કર હતું અને તેમનો પરિવાર પાટણની શિવકૃપા સોસાયટીમાં રહેતો હોવાનું જાણવા મળે છે. 

 દર્શિલના અકસ્માતની જાણ પરિવારજનોને થતાં પરિવારે મૃતદેહને ભારત લાવવા માટે પીએમઓ ઉપરાંત સી.એમ ભૂપેન્દ્ર પટેલ અને સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતને રજૂઆત કરી હતી. આ મામલે સરકારનો સહકાર પણ મળ્યો હતો, પરંતુ અમેરિકાના ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે દર્શિલનો મૃતદેહ ભારત લઇ જઈ શકાય તેવી હાલતમાં નથી. જેથી હવે દર્શિલના અંતિમ સંસ્કાર અમેરિકામાં જ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમે ચૂકી ગયા હશો