November 25, 2024

ચૂંટણીલક્ષી રજૂઆતો સાંભળવા માટે 11 ઓબ્ઝર્વર્સની નિમણૂંક

વિધાનસભાની સામાન્ય ચુંટણી-૨૦૨૨ અન્વયે જિલ્લાની ૧૬ વિધાનસભા બેઠકો માટે ૯ જનરલ ઓબ્ઝર્વર અને ૨ પોલીસ ઓબ્ઝર્વરની નિમણુંક કરવામાં આવી છે. ચૂંટણી ઓબ્ઝર્વરો મતદારો, ઉમેદવારો અને રાજકીય પક્ષોની ચૂંટણીલક્ષી રજૂઆતો સાંભળશે

સુરત જિલ્લાની ૧૬ વિધાનસભા બેઠકો માટે આગામી તા.૧લી ડિસેમ્બમરના રોજ મતદાન થનાર છે, ત્યારે આ તમામ વિધાનસભા મતવિસ્તાટરોમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેવા આશયથી ભારતીય ચૂંટણી પંચે ચૂંટણી પ્રક્રિયાની દેખરેખ માટે નવ જનરલ ઓબ્ઝયર્વર અને ૨ પોલીસ ઓબ્ઝર્વરની નિમણુંક કરી છે. જેઓ મતદારો, ઉમેદવારો અને રાજકીય પક્ષોની ચૂંટણીલક્ષી રજૂઆતો સાંભળશે. પોલીસ ઓબ્ઝર્વરો કાયદો અને ન્યાયની સ્થિતિ પર દેખરેખ રાખશે. ૧૫૫-ઓલપાડ વિધાનસભા માટે શ્રી વિનીતકુમાર(IAS) (મો.૯૩૧૩૨૧૮૪૯૮), ૧૫૬-માંગરોળ અને ૧૫૭-માંડવી માટે શ્રીમતી કંચન વર્મા (IAS) (મો.૯૧૦૬૫ ૪૧૨૧૬), ૧૫૮-કામરેજ માટે કુ.પ્રિતી મીણા (IAS)(મો.૬૩૫૯૯ ૦૯૯૦૨), ૧૫૯-સુરત-પુર્વ અને ૧૬૦-સુરત ઉત્તર માટે શ્રી સુરેશ ચૌધરી (IAS) (મો.૮૧૬૦૨ ૯૦૫૫૩), ૧૬૧-વરાછા રોડ અને ૧૬૨-કરંજ માટે શ્રી ઉમાનંદ ડોલી(IAS)(મો.૯૩૧૩૦ ૩૩૪૯૦), ૧૬૩-લિંબાયત અને ૧૬૪ ઉધના માટે શ્રી કૃણાલ સિલ્કુ(IAS)(મો.૯૬૮૭૫ ૯૨૪૦૯), ૧૬૫-મજુરા અને ૧૬૮-ચોર્યાસી માટે શ્રી રાજેશ કુમાર (IAS) (મો.૮૩૨૦૦ ૮૮૭૯૭), ૧૬૬-કતારગામ અને ૧૬૭-સુરત પશ્ચિમ માટે શ્રી દિપાંકર ચૌધરી(IAS) (મો.૯૯૭૮૩ ૫૪૯૯૪) તેમજ ૧૬૯-બારડોલી અને ૧૭૦-મહુવા માટે શ્રી હર્ષલ પંચોલી(IAS) (મો.૯૬૮૭૯ ૫૭૪૭૧)ની જનરલ ઓબ્ઝર્વર તરીકે નિમણુંક કરવામાં આવી છે. ૧૫૫-ઓલપાડ, ૧૫૯-સુરત-પુર્વ, ૧૬૩-લિંબાયત, ૧૬૪-ઉધના, ૧૬૫-મજુરા, ૧૬૬-કતારગામ, ૧૬૭-સુરત પશ્ચિમ અને ૧૬૮-ચોર્યાસી માટે શ્રી પુનિત રસ્તોગી(IPS)(મો.૮૨૦૦૬૩૭૦૮૧) તથા ૧૫૬-માંગરોળ, ૧૫૭-માંડવી, ૧૫૮-કામરેજ, ૧૬૦-સુરત ઉત્તર, ૧૬૧-વરાછા રોડ, ૧૬૨-કરંજ, ૧૬૯-બારડોલી, ૧૭૦-મહુવા વિધાનસભા માટે શ્રીમતી કલ્પના નાયક ડી.(IPS) (મો.૬૩૫૧૬ ૪૦૫૬૬)ની પોલીસ ઓબ્ઝર્વર તરીકે નિમણુંક કરવામાં આવી છે. જિલ્લા કલેકટર કચેરી-સુરત સ્થિત ૨૪x૭ મોનિટરીંગ સેલમાં નાગરિકો/મતદારોની રજૂઆતો, સંપર્ક માટે ટોલ ફ્રી નં.૧૮૦૦-૨૩૩-૨૧૨૦ તથા લેન્ડલાઇન નં.૦૨૬૧ ૨૯૯૨૨૪૫/૨૨૪૬/૨૨૪૭/૨૨૪૯ પણ કાર્યરત હોવાનું અધિક જિલ્લા ચૂંટણી અધિકારી-સુરતની યાદીમાં જણાવાયું છે. -00-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમે ચૂકી ગયા હશો