November 22, 2024

રાજ્ય સરકારે શાળાઓમાં પરિણામ આધારિત ગ્રાન્ટની વર્તમાન નીતિ રદ

ગુજરાત સરકાર દ્વારા વર્ષોથી સ્કૂલોની ગ્રાન્ટ અંગેની શિક્ષણનીતિમાં ફેરફાર કરીને નવી નીતિ અમલી કરવાનો એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં ચાલી આવતી પરિણામ આધારિત ગ્રાન્ટની વર્તમાન નીતિ રદ કરવામાં આવી છે. આ અંગે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છેકે, અગાઉ શાળાના મેરિટના આધારે શાળાઓને ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવતી હતી પરંતુ હવે મેરિટ હોય કે ન હોય પણ તમામ શાળાઓને ફિક્સ કરાયેલી રકમની ગ્રાન્ટ મળશે. સરકારના આ નિર્ણયથી સ્કૂલ સંચાલકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. આ અગાઉ એવી નીતિ ગુજરાતમાં અમલી હતી કે, જે સ્કૂલનું પરિણામ સારું હોય તેને સારી ગ્રાન્ટ આપવામાં આવતી હતી. જેમાં ખાસ કરીને શાળાના ધોરણ 10 અને 12ના બોર્ડના પરિણામોને આધારે ગ્રાન્ટની ફાળવણી કરાતી હતી. જેને રદ્દ કરવાનો સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.

રાજ્યની ગ્રાન્ટ ઇન એઇડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ સંબધિત લાંબા સમયથી પડતર અને ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા જેની લાંબા સમયથી માંગણી  કરવામાં આવી રહી હતી. જેમાં શાળાઓનું ધો.10 અને 12નું પરિણામ ઓછું આવે તો તેમને ગ્રાન્ટ ઓછી મળે છે. જ્યારે સારૂં પરિણામ આવે તો પૂરેપૂરી ગ્રાન્ટ મળતી હોય છે. આ ગ્રાન્ટ નીતિ સામે સંચાલકોમાં ભારે નારાજગી જોવા મળતી હતી અને તેને લઈને અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ પરિણામ આવ્યું ન હતુ, ત્યારે આ મામલે એક મહત્વપૂર્ણ જાહેરાત કરાઈ છે. ગુજરાતના શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે એક જાહેરાત કરીને પરિણામ આધારિત ગ્રાન્ટની નીતિ રદ કરી દીધી છે.જેના કારણે હવે ગ્રાન્ટેડ શાળાઓને 100 ટકા ગ્રાન્ટ મળશે. માધ્યમિક અને ઉ. મા. શાળાઓને પૂરી ગ્રાન્ટ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમે ચૂકી ગયા હશો