October 30, 2024

લાયન્સ ક્લબ દ્વારા ડુમસ બીચ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

  • લાયન્સ ઈન્ટરનેશનલ દ્વારા ગાંધી જયંતિ સર્વિસ વીક અંતર્ગત સફાઈ કાર્યક્રમ યોજાયો

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિના અવસરે લાયન્સ ઇન્ટરનેશનલ દ્વારા ગાંધી જયંતિ સર્વિસ વીક કાર્યક્રમ અંતર્ગત ગાંધી સેવા સપ્તાહ ઝોનલ એકટિવિટીનું આયોજન થયું હતું. જેમાં સુરતના ડુમસ બીચ ખાતે સ્વચ્છતા અભિયાન કરવામાં આવ્યું. આ આયોજન લાયન્સ ક્લબની 6 ક્લબો દ્વારા કરવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબ ઓફ અઠવાલાઈન્સ, લાયન્સ ક્લબ ઓફ સુરત સ્માર્ટ સિટી, લાયન્સ ક્લબ સુરત મૈત્રી, લાયન્સ ક્લબ સુરત સરદાર માર્કેટ, લાયન્સ ક્લબ સુરત લીંબાયત એસઈજેડ, લાયન્સ ક્લબ પ્રેસિડેંસી કાર્યક્રમમાં રિજન ચેરપેરસન ઝોન 3ના લાયન MJF ડો. રવિન્દ્ર પાટીલ (માજી ડે. મેયર), ઝોન ચેપરસન શ્રી પ્રમોદ અગ્રવાલ, સાથે સૌ લાયન્સ મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ સાથે મળીને સફાઇ કાર્ય કર્યું હતું અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દેશવ્યાપી સ્વચ્છતાનાં યજ્ઞમાં આહુતિ આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *