October 30, 2024

એક્સપાયરી ડેટવાળો ગોળ વેચવા બદલ D Martએ ચુકવ્યો 1 લાખનો દંડ

photo credit ZEE News

પહેલાં કરતાં આજે તો મોલ્સની સંખ્યા વધી છે અને લોકોએ જરુરી તમામ પ્રકારની વસ્તુઓ ખરીદવા માટે આમતેમ ભટકવું પડતું નથી એટલે લોકો પણ ખાસ કરીને મોલમાંથી ખરીદી કરવાનું વધારે પસંદ કરે છે. આ ઉપરાંત દરેક વસ્તુઓ પર મળતી ડિસ્કાઉન્ટની લાલચ તો ખરી જ. જો કે ઘણીવાર ગ્રાહકો કોઇ વસ્તુઓની ખરીદી કરે તો તેની એક્સાયરી ડેટ ચકાસવાની ઝંઝટમાં પડતા નથી પરંતુ અમુક જાગૃત ગ્રાહકો આવી બાબતનું ખાસ ધ્યાન રાખે છે ત્યારે ગાંધીનગરના D-Martમાથી ખરીદી કરનાર ગ્રાહકે કાયદાનો ઉપયોગ કરીને એક્સપાયરી ડેટ વાળો ગોળ વેચવા બદલ કોર્ટમાં કેસ કર્યો તો કોર્ટે ડી- માર્ટ અને ગોળ ઉત્પાદક કંપનીને 1 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ કર્યો છે.

આ વિશે જાણવા મળતી માહિતી પ્રમાણે ગાંધીનગરના સેકટર -19માં રહેતા પંકજભાઈ મહેશભાઈ આહિરે સેકટર 26માં આવેલી ડીમાર્ટ મોલમાંથી 130 રુપિયામાં ગોળની બે બરણી ખરીદી હતી, જેનાં પેકિંગ ઉપર જાન્યુઆરી 2022 અને ડિસેમ્બરની અલગ-અલગ પેકેજિંગ તારીખો ધરાવતા બે સ્ટીકરો મારવામાં આવ્યા હતા. આ મામલે ગ્રાહકે પુરાવા સાથે ગાંધીનગરની કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ કરી હતી. એ મામલે બંને પક્ષકારોની દલીલોના અંતે કન્ઝ્યુમર કોર્ટે ડી-માર્ટ અને રોસિડ ઈન્ડસ્ટ્રીઝને રૂ.1 લાખનો દંડ ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે. આમ 64 રૂપિયાના ગોળ સામે 1 લાખ 10 હજાર રૂપિયા ચૂકવવાનો વારો આવ્યો છે.આ દંડમાંથી 50 ટકા રકમ ફરિયાદી અને અન્ય 50 ટકા ગ્રાહક કલ્યાણ ફોરમમાં જમા કરાવવા જણાવાયું છે. જો કે આ અંગે ડીમાર્ટ દ્વારા કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, તેના કામદારો દ્વારા સ્ટીકર ચોંટાડવામાં ભૂલ થઈ હોઇ શકે છે. જોકે કોર્ટે આ દલીલને ફગાવી દાધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *